Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

સ્વિટ્ઝલેન્ડમાં છે વિશ્વનું સૌથી નાનુ મ્યુઝિયમ

લંડન તા. ૪ : સ્વિટ્ઝરલેન્ડના નાનકડા શહેર બાસેલ્લ ઓલ્ડ ટાઉનમાં એક 'હુસેગ મ્યુઝિયમ' છે. હુસેગ મ્યુઝિયમનો અર્થ પેન્ટ પોકેટ મ્યુઝિયમ' એવો થાય છે. એ મ્યુઝિયમમાં કોઈ પ્રવેશ-ફી નથી, કારણ કે એમાં પ્રવેશ કરવાનો જ નથી. એ મ્યુઝિયમ બે ફુટ ઊંચી અને બે ફૂટ પહોળી જાળી લગાવેલી બારીમાં છે. બાસેલ્સ ઓલ્ડ ટાઉનની એક સાંકડી ગલીમાં ૬૦૦ વર્ષ જૂના ઘરના મોટા બારણા વચ્ચે બનાવેલી છે.

બાસેલ્સ ઓલ ટાઉનમાં ઇમ્બરગેસલીન્સ એલી નામે ઓળખાતી સાંકડી ગલીના મકાનની બારીમાંથી દેખાય એ રીતે કોઈ નવી વસતુ દર થોડા મહિને મૂકવામાં આવે છે. એ ઘરમાં ૩૫ વર્ષથી રહેતો વર્ગટિ પરિવાર ર૪ વર્ષથી એ મ્યુઝિયમ ચલાવે છે. મ્યુઝિયમ (બારી)માં મૂકવામાં આવતી કેટલીક વસ્તુઓ વર્ગટિ દંપતીના અંગત સંગ્રહમાંથી પણ મૂકવામાં આવે છે. મઠિયાસ વર્ગટિ (પતિ) મ્યુઝિયમના ક્રીએટિવ ડિરેકટર છે અને અને ડેગમાર (પત્ની) વર્ગટિ વહીવટી બાબતો સંભાળે છે.

(3:31 pm IST)