Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મમ્મીએ ૧૭ વર્ષના દીકરાનું ચોકઠું ગોઠવ્યું તેનાથી ૧૫ વર્ષ મોટી પોતાની બહેનપણી અને પાંચ બાળકોની મા સાથે

લંડન તા.૪: જો ભારતમાં કોઇ ટીનેજર પોતાનાથી દસ-પંદર વર્ષ મોટી બાળકો ધરાવતી વ્યકિત સાથે પ્રેમમાં પડે તો તરત જ મા બાપના કાન ઊંચા થઇ જાય. આવું કજોડું તે કરાતું હશે? જો કે ઇંગ્લેન્ડના નોર્ધમ્પ્ટન શહેરમાં એક મમ્મીએ સામે ચાલીને પોતાના દીકરાનું વિચિત્ર ચોકઠું ગોઠવી આપ્યું છ. ૨૧ વર્ષનો રાયન અને ૩૬ વર્ષની લોરેનની સગાઇ થઇ છે અને ટૂંક સમયમાં જ તેમનાં લગ્ન થવાનાં છે. આ બન્નેની પ્રેમકહાણી ચારેક વર્ષ પહેલાં શરૂ થયેલી. આ પ્રેમકહાણીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો રાયનની મમ્મી સારાએ. સારા અને લોરેન બહુ જ સારી બહેનપણીઓ છે. તે પાડોશમાં જ રહેતી હોવાથી એકબીજાના ઘરે આવવા-જવાનું પણ બહુ બને. ચારેક વર્ષ પહેલાં સારાએ જ સામેથી લોરેનને કહ્યું હતું કે તેનો દીકરો  રાયન તને બહુ પસંદ કરે છે અને ચોરીછૂપીથી તને જુએ છે અને તારી તસ્વીરો રાખે છે. પહેલાં તો લોરેને વાત હસવામાં ઉડાડી દીધી, પણ સારા સિરિયસ હતી. મમ્મીની એકિટવ પરવાનગી હોવાથી રાયનની દોસ્તી માની બહેનપણી સાથે બહુ ખીલી. નવાઇની વાત એ છે કે તેમની વચ્ચે પંદર વર્ષનો ગેપ છે એન લોરેનને પાંચ સંતાનો પણ છે. એમાંથી એક દીકરો તો પંદર વર્ષનો થઇ ચૂકયો ે. શરૂઆતમાં તેમણે પોતાના સંબંધો બાળકો આગળ છતા નહોતા કર્યા પણ એક વાર મોટો દીકરો તેમની કિસ કરતાં જોઇ ગયો અને પછી તો તેના તરફથી પણ બન્નેના સંબંધોને પ્રોત્સાહન મળવા લાગ્યું. રાયન જસ્ટ ૨૧નો થયો છે અને હવે ૩૬ વર્ષની લોરેન સાથે લગ્ન કરવા જઇ રહ્યોં છે. ૨૧ વર્ષનો રાયન પતિ બનવાની સાથે પાંચ બાળકોનો પિતા પણ બની જશે.(૧.૫)

(10:31 am IST)