Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ઓએમજી..... ચુસ્ત કપડાં પહેરવાથી સર્જાઈ શકે છે આ સમસ્યા:અમેરિકી સંશોધકોનું તારણ

નવી દિલ્હી: આપ પિતા બનવાની તૈયારીમાં છો તો ચુસ્ત (ફીટ) વસ્ત્રો પહેરવાનું માંડી વાળજો. અમેરિકન સંશોધકોએ યૌન સમસ્યાનો સામનો કરી રહેલા 656 પુરુષો પર અધ્યયન કર્યા બાદ આ ચેતવણી જાહેર કરી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર પિતા બનવાની કોશિશમાં લાગેલા પુરુષોએ ઢીલા વસ્ત્રો પહેરવા જોઈએ. આથી શુક્રાણુઓના ઉત્પાદનમાં જ નહી, પણ તેની ગુણવતામાં પણ વધારા થઈ શકે છે.

           હાર્વર્ડ ટી.એચ.ચાન સ્કુલ ઓફ પબ્લીક હેલ્થના સંશોધકોએ સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવતા પુરુષોના ખાનપાન, વય, શારીરિક સક્રીયતા, દિનચર્યા, નીંદરની ગુણવતા, સિગારેટ, શરાબની લત સિવાય તેઓ પહેરતા વસ્ત્રો, આંતરવસ્ત્રોનું પણ અધ્યયન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચુસ્ત આંતરવસ્ત્રના બદલે ઢીલા શોર્ટસ પહેરનારા પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા 17 ટકા સુધી વધારે મળી હતી. આટલું જ નહીં, આ શુક્રાણુઓમાં અંડાણુઓ સુધી પહોંચવાની અને તેને ફળદ્રુપ કરવાની ક્ષમતા પણ 36 ટકા સુધી વધુ મળી હતી.

(5:59 pm IST)