Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નાઇજીરિયામાં બંદૂકધારીઓના હુમલામાં 19 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: નાઇજીરિયામાં અજ્ઞાત બંદૂકધારીઓદ્વારા  કરવામાં આવેલ એક સમુદાય પર હુમલામાં શુક્રવારના રોજ 19 લોકો મોતને ભેટતા અરેરાટી મચી જવા પામી છે. પોલીસ અધિકારીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ગુરુવારના રોજ રાત્રીના સમયે પોતાના હુમલામાં ઘણા બધા મકાનોમાં આગ ચાપી દીધી હતી અને મંદિરોને પણ નુકશાન પહોચાડ્યું હતું.

                     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલાખોર બાઈકથી આવ્યા હતા ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સ્ટેટ પોલીસ વધારે સુરક્ષા ઉભી કરશે જેથી કરીને કોઈ પણ સમુદાયના લોકો મૃત્યુનો ભોગ ન બને.

(5:46 pm IST)