Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વિચિત્ર દુર્ઘટના :સાયકલ અને કાર વચ્ચે અકસ્માત :કારનું બમ્પર તૂટ્યું :સાયકલને કોઈ નુકશાન નહીં !! જુઓ વિડિઓ

ખોટી દિશામાં સાયકલ ચલાવીને આવતા ચાલકને કોઈ પ્રકારની ગંભીર ઇજા નથી

શેનઝેનઃ ચીનના શેનઝેન શહેરમાં એક વિચિત્ર માર્ગ અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં એક સાઈકલ સામેથી તેજ ગતિમાં આવતી કારના બોનેટ સાથે અથડાઈ હતી જોકે આશ્ચર્ય એ વાતનું છે કે, આ અકસ્માતમાં સાઈકલ સવાર કે સાઈકલને જરા પણ નુકસાન થયું નહીં, જ્યારે કારનું બમ્પર તુટી ગયું હતું

   આ દુર્ઘટના કથિત રૂપે સાઈકલ ચાલકના કારણે સર્જાઈ હતી. જેમાં તે ખોટી દિશામાં સાઈકલ ચલાવીને આવી રહ્યો હતો. તેને કોઈ પણ પ્રકારની ગંભીર ઈજા પહોંચી નથી. આ દરમિયાન પોલીસે એ અનુમાનોનું ખંડન કર્યું છે, જેમાં એવું કહેવાતું હતું કે દુર્ઘટનાના વાયરલ થયેલા ફોટો નકલી છે. પોલીસે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, સાચે જ આવો અકસ્માત સર્જાયો છે. 

આ સાઈકલ કઈ વસ્તુથી બનેલી છે?" આ સવાલ વાયરલ થઈ રહેલા ફોટા બાદ દરેક વ્યક્તિ પુછી રહ્યો છે. તેના અંગે યુઝર્સ પણ જાત-જાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેસબુક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, "નોકિયા હવે સાઈકલ પણ બનાવે છે?" બીજાએ લખ્યું છે કે, "મારે આ સાઈકલ જોઈએ છે."

 ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સીસીટીવીમાં કેદ થયેલા એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો. સ્લોવાકિયા પોલિસ તરફથી બહાર પાડવામાં આવેલા આ વીડિયોમાં એક બીએમડબલ્યુ કાર ફૂલ સ્પીડમાં બરફવાળી સડક પર લપસીને ડિવાઈડર પર ચડી જાય છે અને પછી ફિલ્મી સ્ટાઈલમાં ઉછળીને સીધી જ આગળ રહેલી ટનલમાં ભટકાઈને નીચે પડે છે.

  આ દુર્ઘટના સમયે કારમાંથી તિખારા ઉડ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પણ ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. ફેસબુક પર આ વીડિયો અત્યાર સુધી લાખો યુઝર્સ જોઈ ચૂક્યા છે.

(10:40 pm IST)