Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

૧૨૦૦ વૃક્ષોની ભુલભુલામણીવાળો આ છ બેડરૂમનો બંગલો વેચાવા નીકળ્યો

વેલ્સના ચેપસ્ટો ટાઉનની ભાગોળે આવેલો એક બંગલો વેચવા નીકળ્યો છે. આમ તો એ અન્ય લકઝુરિયસ બંગલા જેવો જ છે, પરંતુ છ બેડરૂમવાળા આ વિશાળ બંગલાની બહારની ભુલભુલામણીએ એને ઇન્ટરનેટ પર ખ્યાતિ અપાવી છે. બંગલાની બહાર પાંચ એકરનું ગાર્ડન છે. એમાં જાતજાતના ફૂલોના છોડ છે, એટલુંજ ાહીં ૧૨૦૦ વૃક્ષોને એવી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે,જેનાથી અષ્ટકોણીયભુલભુલામણી બની છે. બંગલાના માલિકે ૧૨ વર્ષ પહેલા આ વૃક્ષો વાવીને ગ્રુમ કર્યા છે. જે હાલમાં છ ફુટથી વધુ હાઇટ ધરાવે છે. નવાઇની વાત એ છે કે આ ભુલભુલામણીને કારણે બંગલાનીકિંમત વધી થઇ છે.એવું લાગે  છે કે આ બંગલાનો માલિક પઝલ્સ અને ગેમ્સનો બહુ શોખીન છે. ઘરની બહારની મસમોટી પઝલ ઉપરાંત તેણે ઘરમાં પણ ખાસ એક રૂમ ગેમ માટે રાખી છે. આ બંગલાની કિંમત અંકાઇ રહી છે. ૧૨.ે૭૩ કરોડ  રૂપિયા

(3:41 pm IST)