Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

અમેરિકાની જાહેરાત: પાકિસ્તાન સામે લેશે કડક પગલાં

નવી દિલ્હી: અમેરિકાનું કહેવું છે કે આ અઠવાડિયે પાકિસ્તાનના વિરુદ્ધમાં થોડાક અનોખા પગલાં ભરવામાં આવશે તેના કારણે આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો દબાવ બનાવી શકાય.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ મુદ્દે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે આ રીત અપનાવી છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ટ્ર્મપે આરોપ લગાવ્યો હતો કે તેમને છેલ્લા 15 વર્ષોમાં 33 અરબ ડોલરની સહાયતા રાશિના બદલામાં જુઠ અને ધોખો દેવા સિવાય અન્ય કશું નથી કર્યું.વધુમાં વાઈટ હાઉસે જણાવ્યું કે આગામી દિવસોમાં પાકિસ્તાન પર દબાવ વધારવા માટે વધુ કડક પગલાં લેવાની ઘોષણા કરી છે.

(8:02 pm IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST