Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પ્રેમમાં બોયફ્રેન્ડે દગો આપતાં યુવતી વર્જિનિટીની હરાજી કરશે

ન્યુયોર્ક તા.૪: બોયફ્રેન્ડે પ્રેમમાં દગો આપતાં દુખી થઇ ૨૩ વર્ષની અમેરિકન યુવતી બેલી ગિબ્સન તેની વર્જિનિટીની હરાજી કરી રહી છે. બેલી લગ્ન સુધી વર્જિન રહેવા માગતી હતી, પણ તેના બોયફ્રેન્ડે તેને દગો આપ્યો એથી હવે તે પોતાના પ્રથમ સમાગમના અનુભવની હરાજી કરવા માગે છે.બેલી એક વર્ષની હતી જ્યારે તેની માતા પાસેથી એક ક્રિશ્ચિયન પરિવારે તેને ગોદ લીધી હતી. તે કેલિફોર્નિયામાં જ ઊછરીને મોટી થઇ છે. તેના ઘરમાં તેના પર ટીવી જોવા, ગીતો સાંભળવા અને મિત્રતા કરવાની મનાઇ હતી. ૧૬ વર્ષની વયે તેને છોકરીઓની બોર્ડિગ સ્કૂલમાં મોકલવામાં આવીસ, જ્યાં છોકરાઓ સાથે સંબંધ રાખવાનો સવાલ જ નહોતો આવતો. વિન્કોન્સિનમાં તેની મુલાકાત એક ક્રિશ્ચિયન છોકરા સાથે થઇ, જે તેની વર્જિનિટીની શરત માનવા તૈયાર હતો. વેલેન્ટાઇન્સ ડેએ બેલીના બોયફ્રેન્ડે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે શરીરસંબંધ બાંધતા તે વિચિલિત થઇ હતી. તેને પોતાનો નિર્ણય ખોટો લાગવા માંડતાં વર્જિનિટી લિલામ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું હતું કે વર્જિનિટીની હરાજીથી મળેલા પૈસામાંથી તે પોતાની જિંદગી સુધારવાની કોશિશ કરશે.

અનેક લોકો બેલીની ટીકા કરી રહ્યા છે કે આમ કરવાથી તે સેકસ-વર્કર બની જશે, પણ બેલીનું કહેવું છે કે એક વખત ફોટો પાડવાથી જેમ કોઇ ફોટોગ્રાફર નથી બની જતું તેમ જ વર્જિનિટી વેચવાથી કોઇ સેકસ-વર્કર ન બની જઇ શકે.

(3:49 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST