Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

રશિયાની બોડી બિલ્ડર નતાલિયા

નવી દિલ્હી:આજ-કાલ બૉડી બિલ્ડિંગ અને વેઇટ લિફ્ટિંગનો ક્રેઝ માત્ર પુરૂષો નહીં, મહિલાઓમાં પણ જોવા મળે છે. રશિયાની રહેવાસી નતાલિયાની બૉડી-બિલ્ડિંગનો ખૂબ ક્રેઝ છે. તેમણે ખૂબ નાની ઉંમરથી જ બૉડી-બિલ્ડિંગ શરૂ કરી દીધું હતું અને આજે તેમનું શરીર હલ્ક જેવું છે. નતાલિયાને જોઇને ઘણાની બોલતી બંધ થઇ જાય છે. તે પળવારમાં કોઇને પણ ચિતપટ કરી શકે છે. રશિયાની રહેવાસી નતાલિયાની ઉંમર છે 26 વર્ષ. વેઇટ લિફ્ટિંગમાંથી રિટાયર થયા બાદ તે ફરીથી આ ખેલમાં વાપસી કરી રહી છે. વાપસી પહેલાં તેણે તૈયારીની કેટલીક તસવીરો શેર કરી હતી, જેને જોઇ સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ તસવીરો જોયા બાદ તેમની સામે હરીફાઇ કરવા કોઇ કદાચ જ તૈયાર થાય. 

(7:06 pm IST)