Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ચીનના સિચુઆન પ્રાંતના ચંગડૂ શહેરમાં એકલા રહેવાની સમસ્યાથી છુટકારો મેળવવા અનોખી ટેક્નિકન શોધવામાં આવી

નવી દિલ્હી    : સિંગલ લોકો ઘણીવાર પોતાના માટે ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડની શોધમાં હોય છે અને આવા લોકો માટે માર્કેટમાં ઘણી ડેટિંગ સાઇટ્સ ઉપલબ્ધ છે. આ વેબસાઇટ્સ દ્વારા, લોકો પહેલા એકબીજાની નજીક આવે છે અને પછી પ્રેમના માર્ગ પર આગળ વધે છે. ઘણા યુગલો પાછળથી લગ્ન સુધીની સફર પણ કરે છે. પરંતુ તમારા માટે પરફેક્ટ ડેટિંગ પાર્ટનર શોધવો એ સરળ કામ નથી. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ચીનમાં સિચુઆન પ્રાંતના ચંગડૂ શહેરમાં આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાની અનોખી ટેકનિક શોધી નાંખી છે. અહીં એક દુકાન ખોલવામાં આવી છે જે શહેરમાં કોઈને પણ સિંગલ રહેવા દેશે નહીં. દુકાનનું નામ જ 'સિંગલ રહના બંધ કરો' (Stop Being Single) રાખવામાં આવ્યું છે અને સિંગલ લોકો માટે અહીં અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તે પોતાના માટે કોઈને કોઈ પાર્ટનર શોધી શકે. દુકાનમાં એવી બોતલો રાખવામાં આવી છે, જેમાં પોતાના માટે પ્રેમની શોધ કરી રહેલા લોકોની પર્સનલ ડિટેલ રાખવામાં આવી છે. આ બોતલોને બ્લાઈંડ બોક્સ પણ કહેવામાં આવે છે. આ બોતલોને ખોલીને તમે લવ સીકર્સ (Love Seekers) ની પર્સનલ ડિટેલ જાણી શકો છો અને ત્યારબાદ કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારી વાત થઈ જાય છે તો તમે સિંગલ રહેશો નહીં. જોકે પાર્ટનર શોધવાની આ ટેકનિકની નિંદા પણ કરવામાં આવી રહી છે.

(7:07 pm IST)