Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ફ્લોરિડામાં ગોળીબારીની ઘટનાથી પોલીસ અધિકારી સહીત બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અમેરિકાના ફ્લોરિડામાં ગોળીબારીની એક ઘટનામાં એક પોલીસ અધિકારી સહીત બે અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સેંટ પીટર્સબર્ગ પોલીસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ગોળીબારી બુધવારના રોજ બપોરના સમયે થઇ હતી ઘાયલ અધિકારીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ગોળીબારીની આ ઘટના થવા પાછળનું કારણ હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી.

(6:26 pm IST)
  • નરેન્દ્રભાઈ બે દિવસની કચ્છની મુલાકાતે આવી રહ્યા છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવી રહ્યાનું જાણવા મળે છે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૧૪ અને ૧૫ ડીસેમ્બર ના રોજ કચ્છ આવી રહ્યા છે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અને ખાવડામા જંગી સોલાર પ્રોજેકટનુ ખાતમુહૂર્ત કરશે. તેઓશ્રી ધોરડો ખાતે રાત્રી રોકાણ કરે તેવી પણ શકયતા છે. access_time 1:55 pm IST

  • સજા પામેલા નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ લાદતા નહિં : કેન્દ્રની એફીડેવીટ : જે રાજકીય નેતાઓને જેલ સજા થઈ હોય તેમના ઉપર આજીવન ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લાદવાની જાગવાઈ સામે વિરોધ દર્શાવતી એફીડેવીટ મોદી સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે access_time 4:06 pm IST

  • શેર બજારના પ્રારંભે ઉછાળો : શેરબજારના પ્રારંભે ૧૭૬ પોઈન્ટનો ઊછાળો આવ્યો અને ૪૪,૭૯૪ ઉપર આંક પહોંચ્યો : જયારે નિફ્ટી ૫૯ પોઈન્ટના વધારા સાથે ૧૩,૧૭૨ ના આકે પહોંચી. access_time 11:22 am IST