Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ચીન ત્રીજા ક્વાર્ટરમાં અમેરિકાને પછાડી યુરોપનું ટોપ ટ્રેડ પાર્ટનર બન્યું

નવી દિલ્હી: ચીન ત્રીજા ક્વાર્ટરમાં અમેરિકાને પછાડીને યૂરોપનું ટોપ ટ્રેડ પાર્ટનર બની ગયું છે. અમેરિકાની અર્થવ્યવસ્થા કોવિડ-19 મહામારીને કારણે સંકોચાઈ છે જ્યારે ચીનમાં આર્થિક ગતિવિધિઓ પાટે ચડી છે. યૂરોસ્ટેટ ડેટા મુજબ, 2020ના પહેલા 9 મહિના દરમિયાન યૂરોપીય યૂનિયન અને ચીન વચ્ચે કુલ 425.5 અબજ યૂરો (514 અબજ ડોલર)નો ટ્રેડ થયો જ્યારો આ દરમિયાન યૂરોપીય યૂનિયન અને અમેરિકા વચ્ચે 412.5 અબજ યૂરોનો વ્યાપાર થયો.

ગયા વર્ષે આ સમયગાળામાં યૂરોપીય યૂનિયન અને ચીન વચ્ચે 413.4 અબજ યૂરોનો ટ્રેડ થયો હતો જ્યારે યૂરોપીયન યૂનિયન અને અમેરિકા વચ્ચે 461 અબજ યૂરોનો ટ્રેડ થયો હતો. યૂરોસ્ટેટનું કહેવું છે કે, 2020ના 9 મહિનાઓમાં ચીનથી આયાત 4.5 ટકા વધી છે જ્યારે નિકાસમાં કોઈ ફેરફાર થયો નથી. આ દરમિયાન અમેરિકા સાથે ટ્રેડમાં ઘણો ઘટાડો આવ્યો છે. આયાત 11.4 ટકા અને નિકાસ 10 ટકા ઓછી થઈ છે.

(6:25 pm IST)