Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કઝાખસ્તાનમાં બસ પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો: ચારના મૃત્યુ: 15 ગંભીર રતિએ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: કઝાખસ્તાનમાં મંગળવારના રોજ સવારના સમયે એક બસ પલ્ટી ખાતા ઓછામાં ઓછા ચાર લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 15ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે ગૃહ મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સવારના સમયે લગભગ 7 વાગ્યાને 56 મિનિટની આસપાસ બસ પલ્ટી ખાઈ ગઈ હતી અને ચાર લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:38 pm IST)
  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે 'નિર્બલા' શબ્દનો ઉપયોગ કરવા પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની માફી માંગ પર આજે પણ બીજેપીના સભ્યો અડગ રહ્યાઃ આજે પણ સંસદમાં ધમાલઃ કોંગ્રેસનું વોકઆઉટ access_time 4:08 pm IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST