Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પાકિસ્તાનમાં વિમાનમાં ત્રણ યાત્રીઓને હાર્ટ એટેક આવ્યા: એકનું મૃત્યુ નીપજ્યું

નવી દિલ્હી: પાકિસ્તાનના ઇન્ટરનેશનલ એરલાઈંસના જેદાથી ઇસ્લામાબાદ આવી રહેલ એક વિમાનમાં અફડાતફડી મચી જવા પામી હતી જયારે એક દંપતી સહીત ત્રણ યાત્રીઓને હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનામાં એક મહિલા યાત્રીનો પણ સમાવેશ થઇ રહ્યો છે. મહિલાનું મૃત્યુ નીપજ્યું છે જયારે એક દંપતી બચી ગયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

                     એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  વિમાન સંખ્યા  પીકે-742માં લગભગ 225 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા  દર્દીઓને હાર્ટ એટેક આવ્યો હતો અને  એક મહિલા દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે

(6:37 pm IST)