Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ફેફસાંની તકલીફને કારણે પીઠ પર હવા ભરેલો પરપોટો ઊપસી આવ્યો છે

ટોકિયો,તા.૩:જપાનમાં ૬૬ વર્ષની એક વ્યકિત ફેફસાનું કેન્સર હોવાથી એમાં ભરાયેલાં પસ, પ્રવાહી અને હવાને કાઢવાની સારવાર લઈ રહી હતી. જોકે એ પછી અચાનક કેટલાક દિવસથી પીઠમાં જમણી તરફ ગઠ્ઠો થયો હોવાથી ભયાનક પીડા થઈ રહી હોવાની ફરિયાદ સાથે તે ડોકટર પાસે ગયો. તેની મેડિકલ હિસ્ટરી જાણ્યા બાદ ડોકટરોનું માનવું છે કે ચાર મહિનાથી ચાલી રહેલી તબીબી પ્રક્રિયાને કારણે તેનાં ફેફસાં અને ચામડી વચ્ચે જગ્યા (ગેપ) બની ગઈ છે.

સ્ટેથોસ્કોપ વડે તપાસતી વખતે ફેફસાં પાસે હવાના પરપોટાનો અવાજ પણ સાંભળી શકાય છે. એનો મતલબ કે પીઠ પર ઊપસી આવેલો ગઠ્ઠો એ કોઈ માંસ કે ટિશ્યુનો નથી, પરંતુ હવાથી ભરેલો પરપોટો છે. આની કોઈ સારવાર ન કરાવાય તો પરપોટા એટલા મોટા થઈ શકે છે કે તે ચામડીને મળતો લોહીનો પ્રવાહ અટકાવી શકે છે તથા એ ભાગમાં સડો પણ થઈ શકે છે.

કેન્સરની જટિલતાને કારણે ફેફસાં અને છાતીની દીવાલ વચ્ચે હવા અને પ્રવાહી ભરાઈ ગયું છે એટલે આ જગ્યા ભરવા ડોકટરોએ ટેલ્કમ પાઉડર જેવું મિકસ્ચર છાંટીને ફેફસાં દીવાલ સાથે ચામડી બરાબર ચોંટી જાય અને હવા કે પ્રવાહી ન ભરાય એવો પ્રયત્ન કર્યો છે.

(3:45 pm IST)
  • રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત : યુટીલીટી,ખાનગી ટ્રાવેલ્સ,અને આઇસર વચ્ચે અથડામણ : ટ્રાવેલ્સમાં બેઠેલા તમામ હેમખેમ access_time 11:47 pm IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST