Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

અનેક વિશ્વ રેકોર્ડ ધરાવતા સિમોનનું મૃત્યુ નિપજયું: નવો વર્લ્ડ સર્જવાની તૈયારીમાં હતા

બ્રિટનના રહેવાસી સિમોનને દુનિયા 'પાવર પ્લાન્ટ'ના નામ ઓળખે છે. સિમોન ૧૪ વાર વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકયો છે. કયારેક બસ ખેંચવાનો તો કયારેક ટ્રક ખેંચી ચૂકયો છે. સિમોન દિવસમાં ૨૮ કાચા ઈંડા ખાતો હતો. જો કે, ૪૭ વર્ષીય સિમોન હવે આપણી વચ્ચે નથી રહ્યો. સિમોનનું મોત થયું છે.

સિમોન એક એન્જિન ખેંચવાની તૈયારી કરતો હતો. જેનું વજન ૧૯ ટન   લગભગ ૧૭૦૦૦ કિલો હતું.  આ એન્જિન એક જૂની એમ્બ્યુલન્સનું હતું. એન્જિનને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. સિમોનની પત્નીએ જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસથી તે દ્યણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, તેનું વજન વધ્યા બાદ તે બીમારીઓનો શિકાર બન્યો હતો. જો કે, હાલમાં જ આગામી ચેલેન્જ માટે સિમોને વજન ઉતાર્યું હતું. સિમોન ૧૭૦૦૦ કિલો વજન એક સારા કાર્ય માટે ખેંચવાનો હતો. આ ઈવેન્ટ થકી જે રૂપિયા એકત્ર થવાના હતા તેને બાળકો માટે દાન કરવાનો હતો. સિમોને અગાઉ પણ પોતાના વર્લ્ડ રેકોર્ડમાંથી એકઠા થયેલા રૂપિયા જરૂરિયાતમંદ લોકો માટે દાન કર્યા હતા.સિમોને ૧૭ વર્ષની ઉંમરે જ વાનને ધક્કો માર્યો હતો. વાન ગાર્ડનમાં પાર્ક કરેલી હતી. તેને સિમોન ખેંચીને આગળલઈ ગયો હતો. સિમોને ટ્રક પણ ખેંચેલો છે. ૧૭ ટનની બસની ૬૦ ફુટ સુધી ખેંચીને લઈ જવાનો રેકોર્ડ પણ સિમોનના નામે છે. એટલું જ નહીં તેણે ૭૬ યાત્રીઓ યાત્રીઓ ભરેલી બસ પણ ખેંચી હતી.

(3:45 pm IST)