Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

હોંગકોંગનો સૌથી મોટો આઉટડોર લાઇટ ફેસ્ટિવલ 24 ફેબ્રુઆરી 2019 સુધી ચાલશે

હોંગકોંગમાં વિક્ટોરિયા હાર્બર ખાતે 'હોંગકોંગ પલ્સ લાઇટ ફેસ્ટિવલ' શરૂ થઇ ગયો છે. તે હોંગકોંગનો સૌથી મોટો ઓપન એર લાઇટ ફેસ્ટિવલ છે. ફેસ્ટિવલ માટે સ્થાનિક તથા વિદેશી આર્ટિસ્ટ્સે લાઇટની થીમ પર કુલ 18 આર્ટ ઇન્સ્ટોલેશન તૈયાર કર્યા છે, જેમાં મુખ્યત્વે ત્રણ કેટેગરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે-

   ટેક્નોલોજી એન્ડ કમ્યૂનિકેશન, ચાઇલ્ડહૂડ ડ્રીમ્સ અને કનેક્શન્સ એન્ડ રોમાન્સ. મલ્ટિમીડિયા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ રખાયા છે. હોંગકોંગ ટુરીઝમ બોર્ડ (એચકેટીબી) દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ 24 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે ફેસ્ટિવલમાં 5 લાખ મુલાકાતીઓ ઊમટે તેવો અંદાજ છે.

(9:16 pm IST)