Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઇઝરાયલ પોલીસે વડાપ્રધાન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના અન્ય કેસ ચલાવવા ભલામણ કરી

ઇઝરાયલ પોલીસે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પત્ની સારા વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના અન્ય મામલાઓમાં કેસ ચલાવવા ભલામણ કરવામાં આવી છે. આ અંગે હવે એટર્ની જનરલ નિર્ણય કરશે.

  નેતન્યાહૂ સામે આરોપ છે કે એક મીડિયા કંપની પાસેથી પોતાની તરફેણમાં સમાચારો ચલાવવાના બદલામાં તેમણે ટેલીકમ્યૂનિકેશન્સ ફર્મને ફાયદો કરાવ્યો હોવાનો આરોપ છે. નેતન્યાહૂ વિરુદ્ધ તાજેતરના મહિનાઓમાં આ પ્રકારની આ ત્રીજી ભલામણ છે.

  પોલીસે તેમને લાંચ લેવી, છેતરપિંડી, વિશ્વાસભંગ અને પુરાવાનો નાશ કરવાના ગુનામાં આરોપી બનાવવા ભલામણ કરી છે. જોકે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ લાંચના આરોપોને ખોટા આરોપો ગણાવી ફગાવી દીધા છે.

(9:00 pm IST)