Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

અફઘાનિસ્તાનમાં 40 મુસાફરો-ડ્રાયવરોનું તાલિબાની આતંકવાદીઓએ અપહરણ કર્યું

તાલિબાનીઓએ ટેક્સ ચૂકવવા માટે ડ્રાઇવરોને મજબૂર કરવા મુસાફરોને બંધક બનાવ્યા

તાલિબાન આતંકીઓએ અફઘાનિસ્તાનની ઉત્તરે સમંગાન પ્રાંતના દારા-એ-સોફ જિલ્લામાં 40 જેટલા મુસાફરો અને ડ્રાઇવરોનું અપહરણ કરી લીધું છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં અપહરણ કરવાની એક જ અઠવાડિયામાં આ બીજી ઘટના છે.

   સમાંગન પોલીસના પ્રવક્તા મોહમ્મદ મુનીર રહીમીએ જણાવ્યું કે ઘટના રવિવારે સવારે દસેક વાગ્યે જિલ્લાના ખુષ્ક દારા ગામમાં બની હતી. મુનીર રહીમીના કહેવા મુજબ તાલિબાનીઓએ તેમને ટેક્સ ચૂકવવા માટે ડ્રાઇવરોને મજબૂર કરવા મુસાફરોને બંધક બનાવ્યા છે. પોલીસ નાકાબંધી કરીને દરેક વાહનની તલાશી લઇ રહી છે.

(8:51 pm IST)