Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

પાકિસ્તાનના આ ગામમાં ૩૦૦૦ લોકો બન્કર જેવા ગુફાઘરમાં રહે છે

કરાંચી તા.૩: દુનિયાના ખૂણે-ખૂણે ઘર ખરીવાનું અને વસાવવાનું મોંઘું થઇ રહ્યું છે. જો કે પાકિસ્તાનના હસબ અબ્દલ ગામમાં કેટલાક લોકો એવાં મકાનોમાં રહે છે જે બન્કર જેવાં છે અને સસ્તા પણ છે. ઇસ્લામાબાદથી લગભગ ૬૦ કિલોમીટર દુર આવેલાં હસન અબ્દલ અને નિક્કો ગામમાં લગભગ પાંચ સદીથી આવાં જ ઘરો પ્રચલિત છે. આ વિસ્તારો મુગલો દ્વારા વાસાવાયા હતા અનેઅહીંના લોકો ગુફાઘરોમાં જ રહેવાનું પસંદ કરે છે. એનું કારણ એ છે કે ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ ઘર ઠંડું રહેછે અને અતિશય ઠંડીના દિવસોમાં પણ ઘરમાં પૂરતો ગરમાવો રહે છે. આ મકાન બોમ્બપ્રુફ અને ભૂકંપ-પ્રતિરોધક પણ છે. આ ગુફા સામાન્ય રીતે હાથથી ખોદકામ કરીને તૈયાર કરવામાં આવે છે. એને પ્લાસ્ટર કરવા માટે ચીકણી માટી વપરાય છે. થોડાકં વર્ષો પહેલાં ગુફાઘરો ઘટી રહ્યાં હતાં, પરંતુ જમીન પર ઘર બાંધવાના ખર્ચની તુલનામાં આ સસ્તુ પડે એમ છે.

(11:34 am IST)