Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

અપૂરતી ઉંઘના કારણે આ ક્ષમતા પર વિપરીત અસર પડી શકે છે

જો તમે પણ ભરપુર ઉંઘ લેતા નથી, તો તેનાથી તમારા ચહેરા ઓળખવાની ક્ષમતા પર અસર પડી શકે છે. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, પર્યાપ્ત ઉંઘ ન લેવાથી ચહેરો ઓળખવાની ક્ષમતા પર અસર પડી શકે છે. અભ્યાસકર્તાઓએ જણાવ્યું કે, ઓછુ સૂવાથી અધિકારીઓ દ્વારા કરવામાં આવતુ પાસપોર્ટ મેચ કરવાના મહત્વના કાર્યમાં અસર પડે છે.

જેમકે અપરિચિત લોકોની તસ્વીરોની તુલના કરી તેની ઓળખાણ કરવાની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે સીસીટીવીની તસ્વીરથી પોલીસ રેકોર્ડના આરોપીની ઓળખાણ અથવા પાસપોર્ટ પરના ફોટો સાથે યાત્રીનો ચહેરો મેળવવાની જરૂર પડે છે. ઓસ્ટ્રેલીયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સીટી અને બ્રિટેનની ગ્લાસગો વિશ્વ વિદ્યાલયના શોધકર્તાઓને અભ્યાસ પરથી જાણવા મળ્યુ કે ઓછી ઉંઘ લેવાના કારણે આ અંગે નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થઈ શકે છે.

એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યુ કે ઓછુ સૂતા લોકો પણ પોતાના નિર્ણય ઉપર વિશ્વાસ રાખે છે. તેને સુરક્ષા અને પોલીસના કામને લઈ સંભવિત જટિલતાઓને રેખાંકિત કરી છે. શોધમાં સમાવિષ્ટ લોકોને એક કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એક સમયે બે તસ્વીર દેખાડવામાં આવી અને તેને પૂછવામાં આવ્યું કે, આ તસ્વીરો એક જ વ્યકિતની છે કે બે અલગ-અલગ વ્યકિતની છે.

 

(10:03 am IST)