Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

નખ તૂટવાની સમસ્યાથી હેરાન છો?

તમે વારંવાર નખ તૂટી જવાની સમસ્યાથી હેરાન છો? કેટલાક લોકોના નખ એટલા નબળા હોય છે, કે તે વધારવા ઈચ્છે તો પણ વધીને તૂટી જાય છે. ત્યારે તેના હાથ સુંદર દેખાતા નથી અને આમ વારંવાર નખ તૂટી જવાથી નખ પણ સારા દેખાતા નથી. પરંતુ, તમે આ ટીપ્સ અપનાવશો તો વારંવાર તમારા નખ નહિં તૂટે.

બદામ તેલ : બદામ તેલમાં એન્ટી-ઓકિસડેન્ટ ગુણ હોય છે. જે નખને તૂટતા બચાવે છે. ૧ ચમચી બદામનું તેલ અને અમુક ટીપા લીંબુનો રસ મિકસ કરો. આ મિશ્રણમાં નખને બે મિનીટ સુધી પલાળી રાખો. તેનાથી નખ હેલ્ધી રહે છે અને તૂટતા પણ નથી.

નારિયેળ તેલ : નખ સૂકા હોવાના કારણે પણ તૂટે છે. નારિયેળ તેલને થોડુ ગરમ કરી લો અને તેનાથી નખ પર મસાજ કરો. તેનાથી નખ સૂકા નહિં રહે.

ટમેટાનો રસ :  ટમેટાનો રસ અને થોઠા ટીપા રોજમેરીના તેલનું મિશ્રણ બનાવો અને તેમાં નખને દસ મિનીટ સુધી પલાળીને રાખો. તેનાથી નખ સખત થઈ જશે.

ઓલિવ ઓઈલ : ઓલિવ ઓઈલથી નખને કેલ્શિયમ મળે છે. તેથી તે તેલથી નખનું મસાજ કરવુ જોઈએ. તેનાથી નખ તૂટવાનું ઓછુ થાય છે અને નખમાં ચમક પણ આવે છે.

લીંબુનો રસ : લીંબુમાં એન્ટી-ઓકિસડેન્ટ ગુણ હોય છે, જે નખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેથી લીંબુના રસથી નખનું મસાજ કરો. તેનાથી નખ જલ્દી નહિં તૂટે.

(10:03 am IST)