Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સ્ટાઈલીશ લુક મેળવવા માત્ર મેકઅપ જ નહિં, પરંતુ આ પણ છે જરૂરી

આજના આ ફેશનના યુગમાં બધા સ્ટાઈલીશ અને ફેશનેબલ દેખાવા ઈચ્છતા હોય છે. પરંતુ, પોતાને સ્ટાઈલીશ લુક કેવી રીતે આપવો એ વાત સમજમાં આવતી નથી. એટલે કે શું પહેરવુ અને શું નહિં? તેમાં આપણે ગૂંચવાયેલા રહીએ છીએ. પરંતુ, શું તમે જાણો છો કે સ્ટાઈલીશ લુક મેળવવા માટે માત્ર સારો મેકઅપ જ જરૂરી નથી, તે સિવાયની ઘણી વસ્તુઓની જરૂર હોય છે.  આજનો આ યુગ એટલો આગળ વધી ગયો છે કે તમે મેકઅપ નહિં કરો તો પણ તમારો ડીઝાઈનર ડ્રેસ અને એકસેસરીઝ તમને સ્ટાઈલીશ લુક આપશે. તો જાણો આજના ફેશન સ્ટેટમેન્ટ માટે મેકઅપ સાથે બીજુ શું જરૂરી છે.

ફુટવેર : સ્ટાઈલીશ લુક મેળવવા માટે સારા ડ્રેસ સાથે એક સારા ફુટવેર ખૂબ જ જરૂરી છે. તેથી જો તમે સ્ટાઈલીશ લુક મેળવવા ઈચ્છો છો, તો સ્ટાઈલીશ ફુટવેરની જ પસંદગી કરો. કારણ કે સ્ટાઈલીશ લુકમાં ફુટવેર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વળી, હિલ સાથે ખૂબ જ આકર્ષક લુક મળે છે. હીલમાં પણ કેટલાય પ્રકાર આવે છે, જેમકે કોર્ટ શૂટ, વેજ હીલ, સ્ટિલેટો હીલ, પમ્પ હિલ, વગેરે.

એકસેસરીઝ : જો તમે સાદો ડ્રેસ પહેરવા ઈચ્છો છો અને સ્ટાઈલીશ લુક મેળવવા ઈચ્છો છો, તો સ્ટાઈલીશ એકસેસરીઝ પહેરી શકો છો. જો તમે જીન્સમાં એકસેસરીઝ પહેરશો, તો તે તમને ઈમ્પ્રેશિવ લુક આપશે. સ્ટાઈલીશ લુક માટે એકસેસરીઝ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

બ્રેસલેટ : જો ડ્રેસ અને એકસેસરીઝ સાથે બ્રેસલેટ પહેરશો તો તે સ્ટાઈલીશ લુક આપશે. આજકાલ રિસ્ટ વોચ અને બ્રેસલેટની સારી એવી ફેશન ચાલી રહી છે. તેમાં તમને અનેક ડીઝાઈન્સ જોવા મળશે.

ફલેટ ચપ્પલ : આજકાલ ફલેટ ચપ્પલની પણ ફેશન ચાલી રહી છે. તેમાં રંગબેરંગી ચપ્પલ ખૂબ જ સુંદર લાગે છે.

 

(10:02 am IST)