Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સીટીમાં થયેલ જીવલેણ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોના મૃત્યુ:અન્ય 22 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કાબુલ યુનિવર્સિટીમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 22ને ઈજા પહોંચી છે. અફઘાન ગૃહમંત્રાલયના પ્રવક્તા તારીખ આર્યાનનું કહેવું છે કે ત્રણ બંદૂકધારીઓ યુનિવર્સિટીના પરિસરમાં દાખલ થયા બાદ નાસભાગ મચી ગઈ. વિદ્યાર્થીઓ ચોતરફ ભાગવા લાગ્યા. સુરક્ષાકર્મીઓએ કૅમ્પસને ઘેરી લીધું અને હુમલાખોરોના ગોળીબારનો જવાબ આપ્યો. તાલિબાને હુમલામાં શામેલ થવાનો ઇન્કાર કર્યો છે. જોકે, પછી ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપે હુમલો કર્યો હોવાનું એક ટેલિગ્રામ મેસેજમાં કહ્યું હતું. સોમવારે કલાકોની અથડામણ બાદ હુમલો કરનાર ત્રણ લોકોને ઠાર મારવામાં આવ્યા હતા.

(6:23 pm IST)