Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ઇઝરાયેલે ગાઝા પર હવાઇ હુમલો કરતાં સમગ્ર પેલેસ્ટીનમાં ખળભળાટ

                  

જેરૂસલેમ : ઇઝરાયેલી સેનાએ ગાઝાપટ્ટી પર હવાઇ હુમલો કર્યો છે. આ હુમલો ગાઝા પટ્ટી તરફથી કરવામાં આવેલા હુમલાની પ્રતિક્રિયાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇઝરાયેલાના વિમાનોએ દક્ષિણ ઇઝરાયેલમા ગાઝા તરફથી કરવામાં આવેલા મીસાઇલ હુમલાની પ્રતિક્રિયાના ભાગરૂપે શનિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીના ઘણા વિસ્તારોમાં શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટો કર્યા હતા.  એક સુરક્ષા સુત્રના જણાવ્યા મુજબ  ડઝનેક હુમલાઓ થયા અને પેલેસ્ટીન વિસ્તારમાં  પ્રહાર કરવામાં આવ્યા. ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તેઓ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા હતા.

શુક્રવારે  મોડી રાત્રે ગાઝામાંથી છોડવામા આવેલા ઓછામા ઓછા ૧૦ રોકેટોની પ્રતિક્રિયાના ભાગરૂપે  હુમલાઓ કરવામાં આવ્યા.

(1:11 pm IST)