Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ર૦૦ જેટલા ગેરકાયદેસર શરણાર્થીઓને લીબિયાના તટ પાસેથી બચાવી લેવાયા

બૈરૂતઃ  લીબિયાના  દરિયાઇ તટે  મધ્યસાગરમાં ફસાયેલા ર૦૦ જેટલા શરણાર્થીઓને નેવી અને કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને બચાવી લીધા હતા.

યુએન દ્વારા માન્યતા પ્રાપ્ત કોસ્ટગાર્ડ દ્વારા આ બચાવ અભિયાન ચલાવાયુ હતુ ર૦૦ જેટલા શરણાર્થીઓએ ભૂમધ્ય સાગરમાં ડૂબતા બચાવી લેવાયા હતા.  જેમા ૭ મહિલાઓ હતી.

દર વર્ષે  હજારો શરણાર્થીઓ  ઓવરલોડ બોટમા બેસી યુરોપ ખંડ તરફ પ્રયાણ કરે છે. જેઓ ભુમધ્ય સાગરમાં લીબિયાના તટ પાસેથી પસાર થાય છે. કેટલીક બોટો વધુ પડતા મુસાફરોના ભારથી ડૂબી જાય છે. જેમાં સંખ્યાબંધ લોકો માર્યા જાય છે.

(1:09 pm IST)