Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ચીનમાં વિદ્યાર્થીઓ સરકાર માટે કરે છે પ્રોફેસરોની જાસૂસી

પેઇચીંગઃ  ચીનમા સરકાર વિરોધી  લોકોનો અવાજ દબાવવાની ઘટનાઓ વારંવાર સામે આવી છે જેમાં હવે એક નવો મામલો  બહાર આવ્યો છે. એક અહેવાલ મુજબ ચીનમાં વિદ્યાર્થીઓ પ્રોફેસરોની જાસૂસી કરી રહ્યા છે. કોઇપણ પ્રોફેસરની વિચારધારા સરકાર કે શી ઝિનપિંગની વિરૂદ્ધ હોય તો તેને હટાવવામા વિદ્યાર્થીઓ મદદ કરી રહ્યા છે.

લાલ રંગના બેકપેક અને અડીડાસના જૂતામાં સિચુઆન યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી દેખાતો ર૧ વર્ષીય પેગ દેશમાં વધી રહેલા સ્ટૂડન્ટ ઇન્ફોર્મેશન ઓફીસરમાંથી એક છે.  જે પોતાના પ્રોફેસરો ઉપર નજર રાખે છે. એક અહેવાલ પ્રમાણે પેગ એ કહ્યું હતું કે શૈક્ષણિક વાતાવરણ શુદ્ધ રહે તે ઓફીસરની જવાબદારી છે.

(12:10 pm IST)