Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમેરિકાના ફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં ગોળીબારી: 3 મોતને ભેટ્યા

નવી દિલ્હી: અમેરિકામાં અવારનવાર સામે આવી રહેલી ફાયરિંગની ઘટનાઓ વચ્ચે વધુ એક અંધાધૂંધ ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે.ફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં એક અજાણ્યા બંદૂકધારી વ્યક્તિ દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં અત્યારસુધીમાં ૩ લોકોના મોત થયા છે, જયારે અન્ય પાંચ ઘાયલ થયા છે. જો કે આ હુમલા બાદ બંદૂકધારી હુમલાવરે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. તાલાહાસી પોલીસના પ્રમુખ માઈકલ ડેલિયોએ શુક્રવાર રાત્રે બતાવ્યું હતું કે, યોગ સ્ટુડિયોમાં ગયા બાદ બંદૂકધારી હુમલાવરે ૬ લોકોને ગોળી મારી હતી અને ત્યારબાદ આ શંકાસ્પદ વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી લીધી હતી". તેઓએ વધુમાં જણાવ્યું, "આ હુમલાવરે એકલા જ આ ઘટનાને અંજામ આપ્યો છે અને અધિકારીઓ દ્વારા હુમલાના સંભવિત કારણોની તપાસ કરાઈ રહી છે.

 

(5:46 pm IST)