Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ડ્રાઇવર અને મહિલા મુસાફર વચ્ચે મારપીટ થતાં બસ નદીમાં પડીઃ ૧૩ના મોત

 

બસની અંદર ડ્રાઇવર અને મહિલા વચ્ચેની ફાઇટ તેમજ નદીના પુલ પર લાગેલા કેમેરામાં કેદ થયેલી એકસીડન્ટની ઘટના.

બીજીંગ, તા., ૩: ચીનમાં એમ મહિલા મુસાફર ચાલુ બસે ડ્રાઇવર સાથે મારપીટ ઉપર ઉતરી આવી અને ડ્રાઇવરનું સ્ટીઅરીંગ પરથી સંતુલન જતાં બસ પુલની રેલીંગ તોડીને નદીમાં જઇ પડી હતી. આ ઘટનાનો વિડીયો બહાર આવ્યો છે. જેમાં એક મહિલા ડ્રાઇવર સાથે મારપીટ કરી રહી છે. એ વખતે બસ નદી પરના પુલ પરથી પસાર થઇ રહી છે. વાત એમ હતી કે મહિલા તેના નિર્ધારીત  સ્ટોપ પર ઉતરી ન શકી એટલે તેણે ડ્રાઇવરની સીટ પાસે જઇને ઝઘડો માંડયો. વાત એટલી વણસી કે તેણે પોતાનો ફોન ડ્રાઇવરના માથે મારી દીધો હુમલાથી ગુસ્સે ભરાયેલા ડ્રાઇવરે પણ તેની સાથે હાથાપાઇ કરી. આ ઝમેલામાં બસ દિશા ચુકીને ખોટી લેનમાં ઘુસી ગઇ અને સામેથી આવતી એક કાર સાથે અથડાઇ, પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી ગઇ. ચીનની એજન્સીના અહેવાલ મુજબ નદીમાંથી ૧૩ શબ કાઢવામાં આવ્યા છે અને હજી બે લોકો ગુમ છે. ઘટના થઇ એ વખતે બસ પ૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી. વિડીયોમાં સાફ જોઇ શકાય છે કે મહિલા અને ડ્રાઇવર બહુ ખરાબ રીતે ઝઘડી રહયા છે અને પાછળ મુસાફરો ચિલ્લાઇ રહયા છે

(3:17 pm IST)