Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

જરૂરતથી વધારે સૌંદર્યવર્ધક ઉત્પાદનોના ઉપયોગથી ત્વચાને નુકશાન

ફેશનની આ દુનિયામાં બધા લોકો પોતાને સુંદર બનાવવા માટે અનેક પ્રયાસો કરતા રહે છે. ચહેરાની સુંદરતા માટે લોકો બજારમાં મળતા અનેક સૌંદર્યવર્ધક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. વળી આજના આ યુગમાં મેકઅપ વગર તો કોઈ બહાર નીકળવાનું પસંદ કરતુ જ નથી. આ મેકઅપ તમારા ચહેરાને બહારથી તો સુંદર દેખાવ આપે છે. પરંતુ, તે અંદર પણ તેની અસર દેખાડે છે. મેકઅપ યોગ્ય રીતે કરવામાં ન આવે અથવા તો જરૂર કરતા વધારે મેકઅપ કરવાથી તમારી ત્વચા ઉપર અનેક સમસ્યાઓ થઈ શકે છે. તો જાણો સૌંદર્યવર્ધક ઉત્પાદનોના વધારે ઉપયોગના કારણે થતી સમસ્યા વિશે.

સૂકી ત્વચા : બજારના સૌંદર્યવર્ધક ઉત્પાદનોનો વધારે ઉપયોગ કરવાથી ત્વચાની પ્રાકૃતિક સુંદરતા ખરાબ થઈ જાય છે. તેનાથી શરીરમાં રહેલ પ્રાકૃતિક તેલની માત્રા ઓછી થઈ જાય છે. તે સ્કિન કેર પ્રોડકટમાં રેંટિનોલ્સ અને હાઈડ્રોકસી એસિડ હોય છે, જે ત્વચાને સૂકી બનાવે છે.

ઈન્ફેકશન : સૌંદર્યવર્ધક ઉત્પાદનોમાં બધા પ્રકારના કેમિકલ હોય છે. જે તમારી ત્વચામાં ઈન્ફેકશન પેદા કરે છે. તેના ઉપયોગથી ત્વચા લાલ થઈ જાય છે.

સમસ્યા વધી જવી : અમુક લોકોને એવુ લાગે છે કે વધારે સૌંદર્યવર્ધક ઉત્પાદનોના ઉપયોગથી ત્વચામાં વધારે નિખાર આવે છે અને ત્વચા વધુ સુંદર બને છે. પરંતુ હકિકતમાં એવુ હોતુ નથી. વધારે સૌંદયવર્ધક ઉત્પાદનોના ઉપયોગથી ત્વચાની સમસ્યા તેનાથી પણ વધી જાય છે.

ત્વચામાં બળતરા : કેટલાય સૌંદર્યવર્ધક ઉત્પાદનોના ઉપયોગના કારણે ત્વચામાં બળતરા મહેસુસ થાય છે. તેમાં રહેલ કેમિકલથી ત્વચામાં બળતરા થાય છે અને સોજો આવી જાય છે.

ખીલ : ખીલની સમસ્યા આજકાલ સામાન્ય બનતી જાય છે. લોકો ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાય પ્રકારના સૌંદર્યવર્ધક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. છતા તેનાથી કંઈ ફરક પડતો નથી અને આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

(9:58 am IST)