Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ડાયાબીટીસના દર્દીઓ માટે અંજીર ફાયદાકારક

અંજીરમાં ઘણા ગુણ હોય છે. તે જાંબલી, લીલા અને બીજા કેટલાય રંગોમાં હોય છે. તેમાં સ્વાદની સાથે આયુર્વેદિક ફાયદા પણ હોય છે.

. અંજીરમાં દાણા-દાણા હોય છે. અને તેમાં કેલેરી અને શુગર ઓછુ હોય છે, જે ડાયાબીટીશના દર્દીઓ માટે ફાયદાકારક છે.

. અંજીરના સેવનથી ભુખમાં રાહત મળે છે. અને બીજીવાર ઝડપથી ભૂખ લાગતી નથી. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

. કબજીયાત દૂર કરવા માટે સૂકા અંજીરના બી રાત્રે પલાળી સવારે તેનું સેવન કરવાથી કબજીયાતમાંથી આરામ મળે છે.

. હરસ દૂર કરવા માટે ૨-૩ સૂકા અંજીરને પાણીમાં પલાળી અને આખી રાત રહેવા દો. સવારે તેનું સેવન કરો. એક મહિના સુધી દરરોજ તેનું સેવન કરો.

(9:58 am IST)
  • રાજકોટ : જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા સહિત 9 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ: ડી.કે સખીયા રાજકોટ યાર્ડના પણ ચેરમેન છે:સ્કૂલમાં ટ્રસ્ટ બનાવ્યા બાદ સ્કૂલ બંધ થઈ જતાં 12.96 કરોડ નહીં આપતાં વકીલ દ્વારા પોલીસ કમિશનરને કરવામાં આવી અરજી access_time 8:09 pm IST

  • મહેસાણા :મોટોપ ચોકડી પાસે લકઝરી અને કાર વચ્ચે લાગી ટક્કર:દારૂ ભરેલી કારને વાગી ટક્કર:દારૂ ભરેલી કારમાંથી લોકો એ દારૂની બીટલોની ચલાવી લૂંટ:મોઢેરા પોલીસે લક્ઝરી અને કારનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી:દારુ ભરેલી કારનો ડ્રાઇવર ફરાર access_time 3:46 pm IST

  • બનાસકાંઠા: વડગામના જલોત્ર ગામ નજીક પેસેન્જર જીપ પલ્ટી: પૂર્વ સરપંચનું મોત અન્ય 3 ઇજાગ્રસ્ત : ઘાયલોને વડગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડયા access_time 11:49 pm IST