Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રાત્રે સૂતી વખતે દૂધ પીધા પછી ન કરતા આ ભૂલો

દૂધ એ એક એવી વસ્તુ છે, જે બધાના ઘરમાં હોય જ છે. નાના બાળકથી લઈ ઘરના બધા લોકો દૂધ પીવે છે કારણ કે, દૂધથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. બાળકોને દૂધ પીવડાવવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થવા લાગે છે. કેલ્શિયમની પૂર્તિ માટે દૂધને સર્વોત્તમ પદાર્થ ગણવામાં આવે છે.

દૂધ પીવાથી શરીરના બધા પ્રકારના રોગ ઝડપથી ઠીક થવા લાગે છે. જે લોકોના હાડકા નબળા હોય છે. તેને દૂધ અવશ્ય પીવુ જોઇએ. પરંતુ, શું તમે જાણો છો કે દૂધ પીવાથી ફાયદો જ નહિં નુકશાન પણ થાય છે. ઘણા લોકો દૂધ પીધા બાદ અમુક પ્રકારની ભૂલો કરે છે, જેનાથી શરીરને નુકશાન પણ થઈ શકે છે.

જો કોઈ દૂધ પીધા બાદ માછલી ખાય છે, તો તેને ત્વચા સંબંધી રોગ થવાની સંભાવના ૮૦ ટકા વધી જાય છે. તેથી એ વાતનું ધ્યાન રાખવુ કે રાત્રે સૂતા પહેલા દૂધ પીવો છો, તો માછલીનું સેવન ન કરવુ.

દૂધ પીધા બાદ જો પાણી પીવામાં ન આવે તો તેના દાંતમાં કીડા પડી જાય છે. તેનાથી બચવા માટે દરરોજ દૂધ પીધા બાદ પાણી પીવુ અથવા કોગળા જરૂર કરવા જોઈએ.

(9:58 am IST)