Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

દુનિયાના ઘણા દેશોની ચિંતા: પાકિસ્તાન સીમાપારથી કરી શકે છે આતંકી હુમલો

નવી દિલ્હી: અમેરિકાએ ફરી એકવાર  પાકિસ્તાનને લઈને ભારતને ચેતવણી આપી છે અમેરિકાના ઘણા દેશોની તરફથી એ ચિંતા જ્તાવવામાં આવી છે કે  પાકિસ્તાનમાં બેઠા બેઠા આતંકવાદી ફરીથી એક વાર સીમાપારથી ભારતમાં આતંકી ગતિવિધિ કરી શકે છે. અમેરિકાએ જણાવ્યું છે કે આ બધા આતંકી જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવાથી ઉશ્કેરાય ગયા છે અને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

 અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધું છે કે પાકિસ્તાનને આ આતંકી સમૂહો પર લગામ  લગાવવી પડશે। પાકિસ્તાનના આતંકી સમૂહો પર નજરે રાખનાર ઘણી ગતિવિધિઓ છે જે કાશ્મીરના નિર્ણયોના પરિણામસ્વરૂપ સીમા પર ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યું છે.

(6:08 pm IST)