Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ઉત્તર કોરિયાની રક્ષા એકેડમીએ મિસાઈલ પરીક્ષણની પુષ્ટિ કરી

નવી દિલ્હી: ઉત્તર કોરિયાની રક્ષા વિજ્ઞાન એકેડમીએ બેલિસ્ટિક મિસાઈલ પુકથૂકસોન્ગ-3ના સફળ પરીક્ષણની પુષ્ટિ કરી છે ઉત્તર કોરિયાની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મિસાઈલનું પરીક્ષણ બુધવારના રોજ કરવામાં આવ્યું હતું જાપાનના તટરક્ષક  બળે બુધવારના રોજ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ઘણી મિસાઈલ છોડી હતી જેમાં એક  જાપાનના વિશેષ આર્થિક વિસ્તારમાં જઇને પડી હતી.ઉત્તર કોરિયા દ્વારા  આ વર્ષમાં 11 મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

(6:07 pm IST)