Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કાર પ્રદુષણ બાબતે ટ્રમ્પ અને કેલીફોર્નીયા સામસામે

અમેરીકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પ્રશાસન, કેલીફોર્નિયાની સરકારે પોતાની રીતે બનાવેલા કાર ટ્રકના ધૂમડા અંગેના કાયદામાં ફેરફાર કરાવવા માંગે છે. વોશીંગ્ટન ડીસી અને અન્ય ૧૨ રાજ્યો કેલીફોનીંયા કાયદાને અનુસરે છે જે ટ્રમ્પની ભલામણો કરતા ઘણા કડક છે. ફેડરલ સરકારનું કહેવું છે કે આખા દેશમાં સમાન કાયદાથી ચોક્કસતા જળવાશે.

અમેરિકામાં વાહનોના ધૂમાડોથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન ૨૯ ટકા જેટલું થાય છે. એટલે કાયદામાં નાનકડો ફેરફાર પણ કુલ પ્રદુષણમાં ઘણો મોટો ફરક પાડી શકે છે. કેલિફોર્નીયાના નેતાઓએ ફેડરલ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.

(3:07 pm IST)