Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બ્રિટનની 19 વર્ષની યુવતી એમીએ વેચવા કાઢી વર્જિનિટી :10 કરોડથી શરૂ થાય છે હરાજીની રકમ

ભણતર ખર્ચ અને પરિવારને મદદ કરવાનો હેતુ : બોલી લગાવનારને એજન્સીમાં 10 ટકા રકમ જમા કરાવવી પડશે,

 

બ્રિટનમાં રહેતી 19 વર્ષની એમી પોતાની વર્જિનિટીની હરાજી કરવા જઈ રહી છે પોતાના ભણતરનો ખર્ચ ઉપાડવા અને પોતાના પરિવારની મદદ કરવા એમીએ રસ્તો અપનાવ્યો છે માટે તેણે કાયદેસર સિન્ડ્રેલા એસ્કોર્ટ્સ એસ્કોર્ટ નામની એજન્સીનો સંપર્ક કર્યો છે. એજન્સીએ પોતાની વેબસાઈટ પર દાવો કર્યો છે કે યુવતીની વર્જિનિટી સાબિત કરવા માટે તેમની પાસે ડોક્ટરનું સર્ટિફિકેટ છે અને જો ખરીદનાર ઈચ્છે તો પોતે પણ યુવતીનો ટેસ્ટ કરી શકે છે. વર્જિનિટીની હરાજીની શરૂઆતની રકમ 1 મિલિયન પાઉન્ડ એટલે કે 10 કરોડ રૂપિયા રાખવામાં આવી છે, જોકે એમીને તેનાથી વધુ રકમની આશા છે.

 

   બ્રિટિશ મીડિયા મુજબ એમીએ કહ્યું - 'હું સિન્ડ્રેલા એસ્કોર્ટ્સના માધ્યમથી પોતાનું કૌમાર્ય વેચવા માંગુ છું, મેં ખુબ સમજી વિચારીને નિર્ણય લીધે છે' એમી મુજબ ' મારા જીવનને સારું બનાવવાનો અવસર છે, મારા પરિવારની મદદ કરવા અને તેને કંઈક પાછું આપવાનો ચાન્સ છે. તેમની મદદ કરવા માટે તેમણે મારી મદદ કરી છે.' એમીને શોપિંગ કરવી અને ફરવું પસંદ છે., ફી જમા કરવા અને ઘરના લોકોની મદદ પછી જે રૂપિયા વધશે તેનાથી એમી શોપિંગ અને વર્લ્ડ ટૂર કરવા માંગે છે, પોતાના નિર્ણય પર એમીએ કહ્યું છે કે ' મારું શરીર છે અને મને લાગે છે કે મને તે કરવામાં સક્ષમ હોવું જોઈએ જે હું કરવા માંગુ છું.'

   બોલી લગાવનારને એજન્સીમાં 10 ટકા રકમ જમા કરાવવી પડશે, જેથી તે નક્કી કરી શકાય કે આ 'ગંભીર પ્રસ્તાવ' છે. એજન્સી મુજબ બોલી લગાવનારને એમી સાથે નાઈટ પસાર કરવા જર્મની જવું પડશે, જ્યાં સેક્સ વેચવું કાનૂની છે. એજન્સી મુજબ એમી સંપૂર્ણ રીતે વર્જિન છે, મેડિકલ એક્સપર્ટસે તપાસ પછી તેને સર્ટિફિકેટ પણ આપ્યું છે.

(12:34 am IST)