Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જાણો આ રેસ્ટોરંટની ખાસિયત વિશે

નવી દિલ્હી: શાકભાજી ખાનારા લોકો ઈંડાને શાકાહારી માનતા નથી જ્યારે ઈંડાને તો ડોક્ટર્સ પણ શાકાહારી જાહેર કરી ચૂક્યા છે. શુદ્ધ શાકાહારને દેશ વિદેશના સેલિબ્રીટી પણ ખુબ પ્રમોટ કરે છે. આ બધા વચ્ચે લંડનની એક ફૂડ શોપ પર વેજ ફિશ ખુબ ઝડપથી માર્કેટમાં છવાઈ રહી છે. બિલકુલ હા... શાકાહારી માછલી... કયારેય સાંભળ્યું છે કે માછલી અને તે પણ શાકાહારી? આમ તો માછલી સી ફૂડનો ભાગ છે અને ડાયેટ ફૂડ લેનારા લોકો તેને પોતાના ભોજનમા સામેલ કરવાનું ચૂકતા નથી. પરંતુ માછલી શાકાહારી કેવી રીતે હોઈ શકે, એ વાત સમજવી થોડી મુશ્કિલ છે.

લંડનની એક ચિપ શોપના માલિક ડેનિયલ સેટને પોતાના નવા રેસ્ટોરન્ટના મેન્યુમાં વેજ ફિશને સામેલ કરી છે. ડેનિયલનું કહેવું છે કે તેમની ફિશમા ફિશ છે જ નહીં. રેસ્ટોરન્ટના માલિક સેટને કહ્યું કે શાકાહારી માછલી અંગે તેમણે ચિપ્સ સર્વ કરવાનો એક્સપરિમેન્ટ કર્યો હતો જેને લોકોએ ખુબ પસંદ કર્યો. હવે તેની માગણી ખુબ ઝડપથી વધી રહી છે.

(5:37 pm IST)