Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બ્રિટિશ સરકારનો આ છે નવો નિયમ

નવી દિલ્હી:બ્રિટીશ સરકારે લીવ-ઈન-રિલેશનશીપ સંબંધમાં રહેતા લોકો માટે સારા સમાચાર જાહેર કર્યા હતા. કાનૂનીનિયમ મુજબ બ્રિટનમાં જોડીને લીવ-ઈન-રિલેશનશીપમાં રહેવા માટે અનુમતિ છે.વડાપ્રધાન ટેરેસા મે એ બર્મીઘમમાં એક સંમેલન દરમ્યાન કહ્યું હતું કે તે મહિલા અને પુરુષોની જોડી સાથે થઇ રહેલા ભેદભાવને સમાપ્ત કરશે.વધુમાં તેમણે કહ્યું હતું કે કાનુનમાં બદલાવ આવવાને લીધે પુરુષ-મહિલાની એવી જોડીને લાભ મળશે જે લોકો એકબીજા પ્રત્યે સમર્પણ કરવા માંગે છે પરંતુ લગ્નના બંધનમાં જોડાવા નથી ઇરછતા.સરકારના આ નિયમ બદલ આ જોડીને ફાયદો થશે અને તેમના પરિવારને પણ ટેક્સના મામલે સરળતા થશે.ઉલ્લેખનીય છે કે બ્રિટનની કોર્ટે જોડીના લીવ-ઈન સંબંધને કાનૂની સહાય આપવાના પક્ષમાં નિર્ણય કર્યો છે.

(5:36 pm IST)