Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બે માથાં સાથે જન્મ્યો કાચબો

બીજીંગ તા.૩: ચીનના શેન્ગ્રોઓ શહેરના એક વાઇલ્ડલાઇફ શેલ્ટરમાં લાલ રંગના કાન ધરાવતો એક કાચબો જન્મ્યો છે એને બે માથાં છે. પહેલાં તો પ્રાણીશાસ્ત્રીઓને લાગતું હતું કે એ બહું લાંબું નહી જીવે, પરંતુ કાચબો ત્રણ મહિનાનો થઇ ગયો છે. આમ તો આ પ્રજાતિના કાચબા અમેરિકા અને નોર્થ મેકિસકોમાં જોવા મળે છે, પરંતુ ચીન અને બીજા દેશોમાં લોકો એને પાળતુ પ્રાણી તરીકે રાખવા લાગ્યા છે. જનીનગત મ્યુટેશનને કારણે આ કાચબાને બે માથાં આવ્યા હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. બન્ને મોંથી કાચબો ખાય છે. નોર્મલ કાચબાઓ ખાય એ રીતે જ એ ખાય છે, પરંતુ એમ છતાં એ નોર્મલ કાચબાઓ જેટલું એટલે કે ૨૦-૩૦ વર્ષ જેટલું જીવી શકે એવું નથી લાગતું.

(4:09 pm IST)