Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવું છે? અપનાવો આ ૬ ટેવો

બ્રેસ્ટ કેન્સરથી ચાલુ વર્ષમાં વિશ્વમાં ૬,ર૭,૦૦૦ વ્યકિતઓના મોત

ન્યુયોર્ક : અમેરિકામાં હાલમાં બ્રેસ્ટ કેન્સરએ કેન્સરના પ્રકારમાં સૌથી વધારે થાય છે. અમેરિકાની દર એક લાખ વ્યકિતઓ ૮પ ને બ્રેસ્ટ કેન્સર થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર (IARC) ના તાજેતરના આંકડા પ્રમાણે આ વર્ષે દુનિયામાં ૬,ર૭,૦૦૦ લોકો બ્રેસ્ટ કેન્સરનાં કારણે મોતને ભેટયા છે.

બ્રેસ્ટ કેન્સર જો વહેલુ નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો મટાડી શકાય તેવું કેન્સર છે. અમેરિકામાં ૧૯૮૯ થી ર૦૧પ વચ્ચે બ્રેસ્ટ કેન્સરના કારણે થતા મૃત્યુમાં ૪૦ ટકાનો ઘટાડો થવાનું કારણ યોગ્ય નિદાન અને સારવાર છે. મોટાભાગના અભ્યાસુઓનું કહેવું છે કે જો જીવન પધ્ધતીમાં ચોકકસ પ્રકારના ફેરફાર કરાય તો હજી પણ આ આંકડો નીચો આવી શકે તેમ છે.

બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવા માટે તો છ સુટેવો સુચવે છે જે નીચે મુજબ છે.

મર્યાદિત આલ્કોહોલ લેવો

રોજીંદો આલ્કોહોલ પીવાથી ઓછામાં સાત પ્રકારના કેન્સર થઇ શકે છે અને અતિશય દારૂ પીવાને બ્રેસ્ટ કેન્સર સાથે મજબુત નાતો છે. જેનું કારણ દારૂ પીવાથી ઇસ્ટ્રોજનનું લેવલ જોખમી સંખ્યાએ પહોંચે છે. ર૦૧પ માં થયેલ એક અભ્યાસનું તારણ છે કે દિવસમાં એક પેગ પણ સ્ત્રીઓમાં કેન્સરનું જોખમ વધારી દે છે, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર.

કસરત

અભ્યાસમાં એવું પણ જણાયું છે કસરતથી રોગ  પ્રતિકારક શકિત વધે છે તેના બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટે છે.

રેસા યુકત ખોરાક ખાવો

ર૦૧૬ માં થયેલા એક અભ્યાસ એવું  જાણવા મળ્યું હતું કે જે સ્ત્રીઓએ યુવા વસ્થા દરમ્યાન દિવસમાં ત્રણ વાર રેસા યુકત ખોરાક ખાધો હતો તેમને પ્રૌઢા વસ્થામાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રપ ટકા ઓછું થયું હતું. રેસાયુકત ખોરાક કોલેસ્ટ્રોલના પાચન અને વેઇટ મેનેજમેન્ટમાં પણ મદદરૂપ થાય છે.

સીમીત ચરબી વાળો આહાર

હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે ફુલફેટ વાળા ડેરી પદાર્થોથી ટાઇપ-ર ડાયાબીટીસ અને મોટાપો ઘટે છે.  પણ મે માં થયેલા એક અભ્યાસ અનુસાર લો-ફેર વાળો ખોરાક લેવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રર ટકા ઘટે છે.

ધુમ્રપાન થી દુર રહો

ધુમ્રપાનથી ફેફસાનું કેન્સર તો થાય જ છે પણ કેટલાક અભ્યાસોનું તારણ છે કે સીગારેટમાં રહેલું કાર્સીનોજીવન બીજા રોગો પણ ઉભા કરે છે જેમાંનુ એક બ્રેસ્ટ કેન્સર પણ છે.

હોર્મોન થેરાપી વિષે પણ વિચારો

ર૦૧૬ માં થયેલા એક અભ્યાસનું એવું પણ તારણ છે કે ઉપરની ટેવો અપનાવવા છતાં પણ ઘણી સ્ત્રીઓને વારસાગત કારણોથી પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે. તેમણે મેનોપોઝ દરમ્યાન હોર્મોન થેરાપીને ટાળવાથી આવું થયું હતું. નિષ્ણાંત ડોકટરની સલાહ અનુસાર જરૂર હોય તો હોર્મોન થેરાપી પણ કરાવવી જોઇએ.

(3:43 pm IST)