Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

શું તમે સવારે વહેલા નથી ઉઠી શકતા?

સવારે વહેલા ઉઠવુ એ એક મુશ્કેલ કામ છે. તમે ગમે એટલી કોશિશ કરો, પરંતુ ઉઠવાનું મન જ ન થાય. આજકાલની આ દોડધામ ભરી જીંદગીમાં આપણે એટલા વ્યસ્ત થઇ ગયા છીએ  કે, આપણે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકતા નથી. જેના  કારણે  કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી સૌથી મોટી સમસ્યા છે સવારે  વહેલા ઉઠવું. તો જાણો સવારે વહેલા ઉઠવાના ફાયદા વિશે જે તમને સવારે વહેલા ઉઠવા માટે પ્રેરિત કરશે.

તાજી  હવા : જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો, તો તમે તાજી હવામાં શ્વાસ લ્યો છો. કારણ કે જેમ-જેમ દિવસ પસાર થાય છે, તેમ-તેમ વાયુમાં પ્રદુષણ વધવા લાગે  છે. તેથી વ્યાયામ કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે.

શાંતિ : જો તમે શાંતિપૂર્ણ વ્યકિત બનવા ઇચ્છો છો તો તમારે સવારે વહેલી પથારી છોડી દેવી જોઇએ. સવારના સમયે સૌથી ઓછુ ધ્વનિ પ્રદુષણ હોય છે. તેથી  સવારના  સમયે તમે ધ્યાનમાં બેસી શકો  છો.

સ્વાસ્થ્યમાં સુધારો : જ્યારે તમે સવારામાં વહેલા ઉઠો છો, તો તમારો એક દિવસ મોટો થઇ જાય છે અને દિવસના અંત સુધીમાં તમે ખૂબ જ થાકી જાવ છો. જેના કારણે તમે રાત્રે સમયસર વ્યવસ્થિત ઉંઘ લઇ શકો છો. જેટલો થાક એટલી સારી ઉંઘ અને એટલુ સારૂ સ્વાસ્થ્ય. તમે માત્ર એક દિવસ વહેલા ઉઠો ત્યારબાદ તમને આદત પડી જાય છે.

 

(11:40 am IST)