Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઓએમજી......આ છે દુનિયાની સૌથી મેલોઘેલો શખ્સ: 65 વર્ષથી નથી કર્યું સ્નાન

નવી દિલ્હી: ક્હેવાય છે કે સારા સ્વાસ્થ્યનું રાઝ આપણી જાતને ચોખ્ખી રાખવા તેમજ સાફ રાખવા પાછળ હોય છે પરંતુ આ શખ્સનું કહેવું છે કે તે પોતાના શરીર પર એક પાણીનું ટીપું પણ રેડશે તો એ બીમાર પડી જશે. 83 વર્ષીય અમો હાજી છેલ્લા 67 વર્ષથી આ પ્રકારની અજીબોગરીબ પરિસ્થિતિને પસંદ કરીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

          વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમના જીવનમાં ખુબજ ઉતાર ચડાવ  આવ્યા છે તે ઇરાનના દક્ષિણી વિસ્તારમાં રહે છે તેમને જમવાની તેમજ સફાઈની વસ્તુથી નફરત છે આ શખ્સનું કહેવું છે કે જો  તેમના શરીર પર એક પણ પાણીનું ટીપું નાખવામાં આવશે તો તે બીમાર પડી જશે અને તેમને આ બધી વસ્તુથી નફરત થઇ હોવાનું  માલુમ પડી રહ્યું છે  એટલા માટે તે 67 વર્ષથી આ જ પરિસ્થિતિમાં રહે છે.

(6:56 pm IST)