Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ચીનની પ્રાઈમરી શાળામાં બાળકોને નિશાન બનાવવામાં આવ્યા:ચાકુથી કરવામાં આવેલ હુમલામાં 8ના મોત

નવી દિલ્હી: મધ્ય ચીન સ્થિત એક પ્રથમિક વિદ્યાલયમાં એક વ્યક્તિએ ચાકુથી હુમલો કરીને 8 બાળકોની હત્યા કરી દીધી છે અને અન્ય બે બાળકોને ગંભીર રીતે ઇજા પહોંચાડી છે. આ ઘટના ચીનના હુબેઇ પ્રાંતના એશી કાઉંટીમાં બ્યાંગપિંગ શહેરના ચાયોગપો ગ્રેડ શાળામાં સવારના સમયે બની હતી.

        શાળામાં સોમવારના રોજ એક શખ્સે આવીને બાળકોને નિશાન બનાવીને ચાકુથી હુમલો કરવા લાગ્યો હતો આ ઘટનામાં 8 બાળકોનો ભોગ લેવાયો છે તેમજ અન્ય બે બાળકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આરોપી ત્યાંનો જ  પડી રહ્યું છે અને  તેમની તુરંત ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(6:55 pm IST)