Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઈરાને અમેરિકા સાથે દ્વિપક્ષીય વાર્તા માટે મનાઈ કરી: આ પ્રકારની વાર્તાનો ઈરાન કરે છે વિરોધ

નવી દિલ્હી: ઇરાનના રાષ્ટ્રપતિ હસન  રૂહાનીએ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાર્તા કરવા માટે મનાઈ કરી દીધી છે તેમનું કહેવું છે કે ઈરાન સિદ્ધાંત આ પ્રકારની વાર્તાનો વિરોધ કરે છે ઈરાનનું કહેવું છે કે તે પરમાણુ સમજોતાને  લઈને પોતાની પ્રતિબદ્ધતાઓમાં આવનાર દિવસોમાં કાપ મુકશે।

        રુહાનીએ સંસદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત 2015માં મહાશક્તિ દેશોના એક સમૂહ સાથે થયેલ એતિહાસિક પરમાણુ વાતચીતની રૂપરેખા અનુસાર હશે અને તે આ મામલે અમેરિકા સાથે કોઈ પણ વાતચીત કરવા માટે તૈયાર નથી. 

(6:54 pm IST)