Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ડોરીયન વાવાઝોડુ થોડુ નબળુ પડયું પરંતુ હજુ પણ ભારે ભયજનક

બાહમાસ, તા., ૩: ડોરીયન વાવાઝોડુ એન્ટલાન્ટીકમાં ઉદભવેલું વધુમાં વધુ તીવ્ર વાવાઝોડુ છે. સોમવારે સવારે આ વાવાઝોડુ બાહમાસને ટકરાયું ત્યારે તેની કેટેગરી પ નંબરની હતી. પાછળથી મોડી સવારે કેટેગરી ૪ નંબરની થઇ ગઇ હતી. ૧૮પ માઇલ પર કલાકની, રર૦ માઇલ પર કલાકની ઝડપે  બાહમાસની ધરતી ઉપર કેર વર્તાવ્યો હતો.  એોસીસીએેટેડ પ્રેસના જણાવ્યા મુજબ ૧૯૩પના લેબર ડે વાવાઝોડા પછીનું આ વધુમાં વધુ તીવ્રતાવાળુ વાવાઝોડું છે.

છેલ્લા અહેવાલ મુજબ વધુમાં વધુ ૧પપ માઇલની ઝડપ થઇ છે. આ વાવાઝોડાએ પાંચના ભોગ લીધા હતા. હરીકેન ડોરીયન આજે દિવસે અને રાત્રે ગ્રાન્ડબાહમાં આઇલેન્ડને પસાર કરશે. ભયજનક રીતે ફલોરીડાના પુર્વ કાંઠે આજે રાતના અને બુધવારે સાંજે પસાર થઇ જર્યોજીયા અને સાઉથ કેરોલીના કાંઠે બુધવારની રાત અને ગુરૂવારની સવાર દરમિયાન ટકરાશે.

લોકોને અગાઉથી બહાર ન નિકળવા ચેતવણી આપવામાં આવી છે. ફલોરીડા, જયોર્જીયા અને સાઉથ કેરોલીના વિસ્તારના ૧ મિલીયન  લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

(3:31 pm IST)