Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઓસ્ટ્રિયામાં 6200 ફૂટની ઊંચાઈએ બેભાન થયો પાયલટ: પહેલીવખત વિમાનમાં બેસેલ વિદ્યાર્થીએ લેન્ડિંગ કરાવ્યું

ટ્રેનર રૉબર્ટ બેભાન થઈને વિદ્યાર્થીના ખભા પર ઢળી પડ્યો

ઓસ્ટ્રેલિયામાં પાયલટનું પ્રશિક્ષણ લઈ રહેલ વિદ્યાર્થીને ત્યારે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જ્યારે 6200 ફીટની ઊંચાઈએ અચાનક જ તેનો ટ્રેનર બેહોશ થઈ ગયો. પહેલી જ વાર વિમાનમાં સવાર વિદ્યાર્થીએ વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું

ઘટના ઓસ્ટ્રેલિયાના જેંડાકોટ એરપોર્ટની છે. ટ્રેન રૉબર્ટ મોલાર્ટ 2 સીટર સેસના વિમાનમાં 29 વર્ષના વિદ્યાર્થી મેક્સ સિલ્વેસ્ટરને પ્રશિક્ષણ આપી રહ્યા હતા. વિમાન 6200 ફૂટની ઊંચાઈ પહોંચ્યું તો અચાનક જ ટ્રેનર રૉબર્ટ બેભાન થઈને વિદ્યાર્થીના ખભા પર ઢળી પડ્યો.હતો

ટ્રેનને બેભાન જોઇ વિદ્યાર્થી મેક્સ સિલ્વેસ્ટરે પેનિક બટન દબાવી એર ટ્રાફિક કંટ્રોલરની મદદ માંગી. આ દરમિયાન એટીસીએ નવા શીખી રહેલ પાયલટને નિર્દેશિત કરી 20 મિનિટમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી દીધું.

(12:35 pm IST)