Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

તમારો મોબાઇલ વારંવાર આઉટ ઓફ સ્પેસ થાય છે ? તો તેનાથી બચવાના ઉપાયો શું ?

 આપણે કોઇ અગત્યની પળનો ફોટો લેવા માંગતા હોઇએ અને મોબાઇલમાં પોપ અપ આવે કે યુઆર આઉટ ઓફ સ્પેસ ઓન યોર ફોન એવું મોટાભાગની વ્યકિતઓને અનુભવ થયો હશે તેના કારણે આપણે એક અગત્યની પળનો ફોટો લેવાથી વંચીત રહી જઇએ છીએ. આવુ ભવિષ્યમાં ન બને તે માટેના કેટલાક ઉપાયો છે.

(૧) ફ્રી અપ સ્પેસ :

તમારા ફોનમાં સેટીંગ એપમાં જઇને સ્ટોરેજ ઓપ્શન પર કલીક કરો, તેમાં તમને જુદી જુદી જગ્યાએ વપરાયેલ સ્પેસ દર્શાવશે. આપણા કિસ્સામાં વધુમાં વધુ જગ્યા  ફોટોસ એન્ડ વીડીયોસ દ્વારા રોકાયેલી હોય છે અને ત્યારપછી મ્યુઝીક એન્ડ ઓડીયો આવે છે સ્પેસ યુઝડ દર્શાવતી જગ્યાની બાજુમાં ફ્રી અપ ઓપ્શન સ્પેસ નામનું બટન હોય છે. જે કલીક કરવાથી ઓટોમેટીક અનવોન્ટેડ જંક અને પસંદ કરેલ  વીડીયો, ડાઉનલોડ કરેલી આઇટમો, કયારેકજ વપરાતી એપ દુર થાય છે.

(ર) એપને અનઇન્સ્ટોલ કરો

વારંવાર કામમાં ન આવતી એપને કારણે ફોનમાં ઘણી બધી જગ્યાઓ રોકાઇ જતી હોય છે ગુગલ પ્લેસ્ટોર એપમાં જઇને ડાબી બાજુ ઉપર રહેલા મેનુને કલીેક કરો,ત્યાર પછી માયએપ્સ એન્ડ ગેમ્સ સીલેકટ કરો પછી ઇનસ્ટોલ્ડ બટન કલીક કરો , તમારા ફોનમાં ઇન્સ્ટોલ થયેલ એપનું લીસ્ટ જોવા મળશે, તેમાંથી અનઇન્સ્ટોલ કરવાની એપને સીલેકટ કરીને અન ઇન્સ્ટોલ કરો.

(૩)  બેક અપ લો :

એન્ડ્રોઇડ ફોનમાં રહેલા ફોટોનું બેક અપ ગુગલ ફોટોસમાં સહેલાઇથી થઇ શકે છે, જે તમારી ઇમેજોને કલાઉડ પર ખાનગી રીતે સાચવે છે, તેનો ચાલુ કરવા માટે તમારે ગુગલ ફોટોસ એપ્લીકેશન ખોલીને ગુગલ એકાઉન્ટ દ્વારા સાઇન ઇન કરવું પડે છે, તેના માટે મેનુ આઇકોન પર કલીક કરીને સેટીંગ-બેકઅપ અને સીન્ક્રોનાઇઝ પર કલીક કરવું. એકવાર તમારા ફોટો બેઅપ થઇ ગયા પછી તમારા ફોન પરથી ડીલીટ કરી નાખો તો પણ તે ગુમાવવાનો ડર નથી.

(૪) મેમરી કાર્ડનો ઉપયોગ કરો

કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં વધારાના  મેમરી કાર્ડનો ફલોટ આપવામાં આવે છે. જેમાં કાર્ડ લગાવીને તમે તમારા ફોનમાં વધારાની સ્પેસ મેળવી શકો છો. તમારા ફોનમાં રહેલા વીડીઓ, મ્યુઝીક તથા ફોટાઓ મેમરી કાર્ડમાં મુવ કરી શકો છો.

એપને ફોનમાંથી મેમરી કાર્ડમાં મુવ કરવા માટે એપના સેટીંગ પેજ પર જવાનું તમે એપને મેમરી કાર્ડમાં રાખવા ઇચ્છતા હો તો સ્ટોરેજ બટન દબાવીને સ્ટોરેજ યુઝડ પર કલીક કરીને ચેન્જ પર કલીક કરવાનું અને મેમરી કાર્ડ સીલેકટ કરવાનું રહેશે.

 

(11:42 am IST)