Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

Office hoursમાં દેખાવું છે ફ્રેશ તો ફોલો કરો આ ટિપ્સ

ઑફિસમાં સવારે ૯ થી સાંજે ૫ દરમિયાન ફ્રેશ દેખાવા માગો છો ? તો અપનાવો આ મેકઅપ ટિપ્સ જે તમને સુંદર દેખાવામાં થશે મદદરૂપ

વર્કીંગ વુમનનો મોટા ભાગનો સમય ઑફિસમાં પસાર થતો હોય છે. એવામાં જો કોઈ ઑફિશિયલ મીટિંગ કે આઉટડોર ઈવેન્ટ અથવા કોઈ પ્રેઝેન્ટેશનમાં સ્થળને અનુરૂપ દેખાવું ખુબજ જરૂરી થઈ જતું હોય છે. તો જાણીએ બ્યુટી પ્રૉડકટ્સને વાપરવાની ખાસ ટિપ્સ, જેનાથી તમે તમારી ૯ થી ૫ ની શિફટમાં તો ફ્રેશ દેખાશો જ તેના પછી પણ દેખાશો સુંદર

હેર સીરમનો કરવો ઉપયોગ :

ઑફિસમાં આખો દિવસ એરકંડિશનમાં બેસવાથી માત્ર તમારી સ્કિન જ ડ્રાય નથી થતી પણ તેની સાથે સાથે વાળ પણ સુક્કાં થઈ જતાં હોય છે અને વધુ મુંઝાતા વાળ ખરવાનું પ્રમાણ પણ વધી જાય છે. તેથી વાળની કવોલિટી જાળવી રાખવા માટે હેર સીરમનો ઉપયોગ કરવો. આમ કરવાથી તમારા વાળ પણ હેલ્દી અને શાઈની દેખાશે.

લિપ કલરનો ઉપયોગ :

જો તમારા હોઠ પર લગાડેલી લિપ્સ્ટીક દાંત પર લાગી જતી હોય તો તમારે લૉન્ગ લાસ્ટિંગ લિપ્સ્ટીકનો ઉપયોગ કરવો. જે વોટરપ્રુફ અને ટ્રાન્સફરપ્રુફ હોય અને સાથે જ તેનો રંગ આખો દિવસ જળવાઈ રહે. જો કે બજારમાં તમને આવી લિપ્સ્ટીક સરળતાથી મળી રહેશે.

કરો પ્રાઈમરનો ઉપયોગ :

પ્રાઈમરનો ઉપયોગ કરવાથી ફાઉન્ડેશન જળવાઈ રહે છે, જેનાથી તમારી સ્કિન સોફટ બને છે. ઑફિસમાં ઘણી વાર તમારે એક મીટિંગથી બીજી મીટિંગમાં જવું પડે છે, એવામાં ટચઅપનો ટાઈમ પણ નથી મળતો જેને કારણે તમારા ચહેરા પર વર્તાતો થાક દેખાઈ આવતો હોય છે. જો તમે ચહેરા પર પ્રાઈમર અપ્લાય કર્યું હોય તો તમારૂ મોં આખો દિવસ ફ્રેશ દેખાશે.

 

(9:31 am IST)