Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગ્લોબલ વોર્મિંગના કારણોસર ગ્રીનલેન્ડ એકજ દિવસમાં 850 ટન બરફ ઓગળી ગયો

નવી દિલ્હી: 27 જુલાઈએ ગ્રીનલેન્ડમાં 850 કરોડ ટન બરફ પિગળ્યો હતો. બરફ પિગળ્યા બાદ જેટલુ પાણી બન્યુ હતુ તે ભારનતા યુપી જેવા મોટા રાજ્યને ડુબાડી દેવા માટે કાફી છે. ગ્રીનલેન્ડમાં પહેલા 2019માં રેકોર્ડ 1250 ટન બરફ પિગળ્યો હતો.

ઉપરની સપાટી પરથી બરફ ઓગળી રહ્યો હોવાથી નીચેની સપાટીનો બરફ સામે આવી રહ્યો છે. જે સૂર્યના કિરણોને પાછા ફેંકવાની જગ્યાએ શોષી લે છે. તેનાથી સ્થિતિ વધારે ચિંતાજનક બની રહી છે. વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, છેલ્લા કેટલાક દાયકામાં દુનિયામાં દરિયાની સપાટીનુ સ્તર વધારવામાં 25 કા યોગદાન ગ્રીનલેન્ડના ઓગળેલા બરફનુ છે. જો આખા ગ્રીનલેન્ડનો તમામ બરફ ઓગળી જાય તો દરિયાની વૈશ્વિક જળસપાટીમાં 20 ફૂટ સુધીનો વધારો થઈ શકે છે.

એન્ટાર્ટિકા બાદ મીઠા પાણીનો સૌથી વધારે બરફ ગ્રીનલેન્ડમાં છે. અહીંયા 18 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ છવાયેલો છે. અહીંયા બરફ ઓગળવાની શરુઆત 1990માં થઈ હતી. જોકે હવે અગાઉ કરતા ચાર ગણી ઝડપે બરફ ઓગળી રહ્યો છે.

(6:11 pm IST)