Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના વધતા કેસના કારણોસર સંખ્યા પાંચ લાખને પાર

નવી દિલ્હી : કોરોના વાઇરસના દુનિયામાં કુલ 1.78 કરોડ કેસો નોંધાયા છે અને તેના કારણે મરનારાની સંખ્યા 6,83,767 થઇ છે. દુનિયાના 210 દેશોમાં કોરોનાનો ચેપ ફેલાઇ ગયો છે અમે અમેરિકામાં દુનિયામાં કોરોનાના સૌથી વધારે કેસો નોંધાયા છે. પછી બ્રાઝિલ, ભારત, રશિયા અને દક્ષિણ આફ્રિકાનો ક્રમ છે.

             દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા પાંચ લાખનો આંકડો વટાવી ગઇ છે. આરોગ્ય પ્રધાન ઝ્વેલિની ખીઝેએ જણાવ્યું હતું કે શનિવારે કોરોનાના 10,107 નવા કેસો નોંધાવા સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 5,03,290 પર પહોંચી છે જ્યારે મરણાંક વધીને 8153 થયો છે. આફ્રિકાના 54 દેશોમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસોમાંથી અડધાં કરતાં વધારે કેસો દક્ષિણ આફ્રિકામાં નોંધાયેલાં છે.

 

 

(3:59 pm IST)